‘મુખવાસ’
[1] ઉતાવળે પરણીને આપણે નિરાંતેપસ્તાઈએ છીએ ! [2] ભેગા થવું એ શરૂઆત છે,ભેગારહેવું તે પ્રગતિ છે,પરંતુ ભેગા મળી કામ કરવું તેસફળતા છે. [3] ‘નથી’ તેની ચિંતા છોડશો તો ‘છે’તેનો આનંદ માણી શકશો. [4] જીભ કદાચ તોતડી હશે તો ચાલશે, પરંતુ તોછડી હશે તો નહિ ચા લે. [5] મેળવજો નીતિથી,વાપરજો પ્રીતિથી, ભોગવજો રીતિથી, તો બચી જશ ો દુર્ગતિથી. [6] દુશ્મન કરતાં દોસ્તને માફ કરી દેવાનું કામ વધુ કપરું છે…!! [7] જરૂર કરતાં વધારે જમવું એટલે સ્મશાનમાં જવું ! [8] પત્નીની વાત પતિ ખરેખર સાંભળતો ત્યારે હોય છે, જ્યારે પો તાની પત્ની ઉચ્ચારતીન હોય તેવો શબ્દેશબ્દ એ સમજી જતો હોય ! [9] લગ્ન જીવન સફળ બનાવવા માટેઅનેક વાર પ્રેમમાં પડવું જરૂરી છે – હંમેશા એની એવ્યક્તિ સાથે. [10] માતાનું હૈયું એ શિશુની શાળા છે. [11] એક કુટુંબનું જે નિર્માણ કરે છે ને તેને ટકાવી રાખે છે, અ ને જેના હાથ હેઠળ બાળકોઊછરીને ખડતલ ને ચારિ ત્ર્યવાન નરનારીઓ બને છે, તે ના રીનું સ્થાન એકમાત્ર ઈશ્વરનીપછી આવે છે. [12] સફળતાની સડક એવા પુરુષોથીભરચક હોય છે –જેમને પીઠ પાછળથી એમનીપત્નીઓ આગે બઢાવતી હોય છે. [13] સર્જનહારની સમસ્ત સૃષ્ટિમાં સુંદરમાં સુંદર ને સૌથી દિવ્ય છે બાળકો. [14] પ્રાણ એ પ્રથમ ભેટ,સ્નેહ એબીજી અને સમજણ એ ત્રીજી. [15] વસ્તુની નજીક જઈએ એટલે એનું સૌંદર્ય પ્રગટ થાય છે, પણ એનુ ં કાવ્ય તો દૂરથી જખીલે છે. [16] માણસ ફુલાવાનું જલ્દી સ્વીકારે છે, યોગ્ય રીતે પણ સંકોચા વાનું નહીં ! [17] સૌને મન ભરીને માણવું છે,જીવવું છે- પણ મન ક્યારેય ભરાતુ ં નથી, પેટની જેમ ! [18] વ્યક્તિની પ્રસન્નતા એની આંતરિક સુંદરતા દર્શાવે છે,વિચા રો એના મનોજગતનાઆંદોલનોની સ્થિતિ બતાવેછે અને વર્તન એનાં હૃદયની ભાષા વ્યકત કરે છે.[19] મનની વિચાર દષ્ટિને પણ મોતિયો આવે છે ખરો ! [20] જીવનનો પહેલો સંઘર્ષ મન સાથે કરવો પડે છે. કારણ કે એને નક ારાત્મક વલણનોસહેલો રસ્તો જ પસં દ છે. [21] માણસને મોતથી વધુ એનાં ‘ડર’ ની બીક લાગે છે ! [22] આદત ધીમેધીમે જરૂરિયાત બનીજાય ત્યારે માનવીની મજ્બૂરી જવનને મૂરઝાવીદે છે.[23] પૃથ્વી પર લહેરાતાં ફૂલો,ફૂલો પર રહેલાં ઝાકળબિંદુઓ અને બાળકો ઈશ્વરનાદસ્તખત છે. [24] માણસનો વ્યવહાર અને વૃત્તિઓ એનું દર્પણ છે. [25] આત્મપ્રશંસા જેવું કોઈ ઝેરનથી, આત્મનિંદા જેવું કોઈ અમૃત નથી ! [26] ખાઈમાં પડેલો બચી શકે, પણઅદેખાઈમાં પડેલો ન બચી શકે ! [27] પુરુષના જીવનમાં અહંકાર અને સ્ત્રીના જીવનમાં અલંકાર તોફા નો સર્જે છે.
No comments:
Post a Comment