મુલ્લા નસરુદ્દિનની પડોશમાં એક વાણિયો રહેવા આવ્યો. બન્નેના ઘરના ચોક વચ્ચે પાંચ ફુટ ઉંચી દિવાલ અને વાણિયાભાઈએ ત્યાં જ ગણેશની મુર્તિ સ્થાપી રોજ મોટે મોટે થી પ્રાર્થના કરે, " હે! પ્રભુ, તું મને ૧૦૦૦ રુપિયા આપ. તું ૯૯૯ આપશે તો ય નહી લઊં અને ૧૦૦૧ આપશે તોય નહી લઊં."
મુલ્લાને થયું આ નવો પડોશી જરા સનકી લાગે છે બે ચાર દિ' મા ઠેકાણે આવી જશે. પરંતુ વાણિયાએ તો રોજ આની આજ પ્રાર્થના ચાલુ રાખી એટલે મુલ્લાને... થયું કે આ વાણિયાની પરિક્ષા કરવી જોઈએ. ઍટલે બીજા દિવસે જ્યારે સવારે વાણિયાએ પ્રાર્થનાનુ પુનરાવર્તન કર્યું કે મુલ્લાએ એક રુમાલમાં રુપિયા ૯૯૯ ગણીને બરોબર વાણિયાના ખોળામાં પડે તે રીતે નાંખ્યા.
અચાનક ખોળામાં કાંઈક આવીને પડ્યું તેથી વાણિયાએ આંખો ખોલી અને જોયું તો એક પોટલી હતી. જલ્દી જલ્દી વાણિયાએ પોટલી ખોલી અને અંદરના રુપિયા ગણવા માંડ્યા અને તે ૯૯૯ થયા એટલે વાણિયો બોલ્યો," વાહ રે પ્રભુ, તું પણ ગજબનો હિસાબવાળો છું. રોકડા તો ૯૯૯ આપ્યા અને એક રુપિયો રુમાલનો ગણી પુરા ૧૦૦૦ આપ્યા."
No comments:
Post a Comment