http://gujaratsamachar.com/index.php/articles/display_article/voice-of-jhaverchand-meghani-listen-here
અમદાવાદ, ઓગસ્ટ 28, 2014
ઝવેરચંદ મેઘાણીની ઓળખ ગુજરાતી વાચકોને આપવી પડે એમ નથી. પરંતુ એમના 118મા જન્મદિવસે એમની એક નવી ઓળખ જાણવા જેવી છે. મેઘાણી બહુ સારા ગાયક હતાં. તેમણે કેટલાક ગીતો ગાયા હતાં અને પ્રવચનો કર્યા હતાં. એ વાત તો થોડી જાણીતી છે. પરંતુ અન્ય ગાયકોની માફક મેઘાણીના ગીતોની કોઈ કેસેટ્સ મળતી નથી. તો પછી એ રાષ્ટ્રીય શાયરનો અવાજ ક્યાંથી સાંભળી શકાય..
એ માટે જવું પડશે http://www.jhaverchandmeghani.com/voice.htm પર. ઝવેરચંદ મેઘાણીની તમામ વિગતો પુરી પાડતી આ વેબસાઈટ તેમના પૌત્ર પિનાકી મેઘાણીએ તૈયાર કરી છે. અહીં મેઘાણીના અવાજમાં વિવિધ ગીતો મુકવામાં આવ્યા છે. કોઈ પણ વ્યક્તિએ સાઈટ પર જઈને એ અવાજ સાંભળી શકે છે.
અનેક ગુજરાતી સાહિત્યકારોનું કામ ઉત્તમોત્તમ હોવા છતાં વેબજગત પર તેમની નહીં બહાબર હાજરી છે. પરંતુ ઝવેરચંદ મેઘાણીની વેબસાઈટ અનેક રીતે સમૃદ્ધ છે. અન્ય સાહિત્યકારોની વેબસાઈટો પણ આવી બને તો ગુજરાતી ભાષાની મોટી સેવા થઈ ગણાશે.
ઝવેરચંદ મેઘાણીનો અવાજ સાંભળવો છે.. અહીં સાંભળી શકાશે!
લોકગીતો-વાર્તાના સંગ્રાહક મેઘાણી પહાડી અવાજના માલિક હતાં!
ગુજરાતી સાહિત્યકારોમાં ઉત્તમ કહી શકાય એવી વેબસાઈટ ઝવેરચંદ મેઘાણીની છે