Tuesday, February 18, 2014

JOKES in Gujarati


1. સૌથી ભયંકર અવાજ ધરાવનારને અંતાક્ષરીમાં સૌથી વધારે ગીતો આવડતાં હોય છે. એ પણ આખે આખા. 

2. જાનની બસમાં રમાતી આ અંતાક્ષરીના લીધે જ ડ્રાઈવર બસ સમય કરતા વહેલી પહોંચાડી દે છે. 

3. બેન્ડવાજાવાળા ગમે તેટલું સારું વગાડતા હોય પણ કોક જઈને ગીત બદલાવી નાખે છે. 

4. હવે તો પ્રવેશદ્વાર પર વરને ઉચકવા ક્રેન ભાડે કરવાનું જ બાકી રહ્યું છે. 

5. પ્રવેશદ્વાર પર વર-કન્યા એક બીજાને હાર પહેરાવે તે વખતે તેમને કોઈ ઉચકશે કે નહી તે નક્કી કરવામાં બેમાંથી કોઈ એક વ્યક્તિનું વજન અને કમરનો ઘેરાવો મહત્વનો ભાગ ભજવે છે. 

6. લગ્નના ફોટાઓમાં મહારાજની અણગમતી હાજરીને ધ્યાનમાં લઈને અમુક લોકો હવે મહારાજને પણ બ્યુટી પાર્લરમાં મોકલવાનું વિચારે છે. 

7. કોઈ એક કાકા કારણ વગર રઘવાટ કરતાં જોવા મળશે. 

8. અને એક કાકી ખોવાયેલી વસ્તુ માટે અડધાં ઘરને માથે લેતા જોવા મળશે. 

9. લગ્નવિધિની લંબાઈ કેટલી હશે એ વરરાજાને વિધિથી કેટલો કંટાળો આવે છે એ પર નિર્ધારિત કરે છે. 

10. લગ્નમંડપમાં પ્રસંગ બાદ જેને તોડીને મારામારી કરી શકાય એ સાઈઝના ફૂલ ન લગાડવા.

11. હોલમાં ખુરશીઓની સંખ્યા હંમેશા લગ્ન દરમિયાન તશરીફ રાખનાર મહેમાનોની સંખ્યા કરતાં ૧૦૦ જેટલી ઓછી હોય છે. 

12. છોકરા-પક્ષના સૌથી કચકચિયા સભ્યને જ કોલ્ડ્રીંક સર્વ કરવાવાળો ગ્લાસ આપવાનું ચૂકી જાય છે. 

13. લગ્ન પ્રસંગ બાદ મેરેજ હોલની હાલત કલિંગની લડાઈ બાદ યુદ્ધ મેદાનની જેવી થઈ જાય છે. 

14. રિસેપ્શનમાં કપલને આવવામાં મોડું બ્યુટી પાર્લરવાળીને લીધે જ થાય છે. 

15. રીસેપ્શનમાં જમ્યા બાદ પાણી પીવા જાવ એ જગ્યાએ આસાનીથી જવા-આવવા માટે ગમબુટની જરૂર પડે છે. 

16. જમણવારમાં વધારે આઇટમ હોય એટલે વધારે ખર્ચ કર્યો એમ કહેવાય, એને વધારે સારો જમણવાર કહેવું વાજબી નથી. 

17. બુફે કાઉન્ટર પર લાગેલી લાઈનમાં ઘૂસ મારવી એ એક સર્વસ્વીકૃત સામાજિક દુષણ છે. 

18. વરરાજાની મમ્મી ખરાબ મેકઅપ ન કરે તો એ નવાઈની વાત બને. 

19. ચાંદલાનું કાઉન્ટર હંમેશામાં બેન્કમાં કામ કરતાં કાકાના હવાલે હોય છે. 

20. ઘાઘરો ઊંચો પકડીને આમથી તેમ કારણ વગર ફરતી છોકરી/યુવતી વરની બહેન હોય છે. 

21. ફોટોગ્રાફરો ન હોય તો લગ્ન અને રીસેપ્શન અંદાજે એક કલાક વહેલાં પતી જાય.