Friday, July 27, 2012

બેઘડી મોજ માણો................


રામુ શાકભાજી લેવા ગયો એ સમયે શાકભાજીવાળો ભાજી પર પાણી છાંટી રહ્યો હતો.
ઘણીવાર થઈ.
રામુ કંટાળ્યો. અંતે તે રાહ જોઈને થાક્યો અને બોલ્યો :  શાકભાજીવાળાભાજી ભાનમાં આવી હોય તો એક કિલો તોલી આપ !
——-
છગનબાપુને મગને પૂછ્યું : બાપુતમે પરણ્યા તો ખરા. પણ ઘરવાળાનું નામ તો કહો.છગનબાપુ : ગૂગલબા.મગન : બાપુઆવું નામ કાં ?’છગનબાપુ : તમે એક સવાલ પૂછો તો દસ જવાબ આપે છેએટલે…’
 
 
જેની પાછળ રૂ આવે તે બધી આઇટમ ખતરનાક ગણાય. 
જેમ કે દારૂકૂતરુવાંદરુઅંધારુસાસરુ 
અન સૌથી છેલ્લે…..સૌથી વધારે ખતરનાક……
બૈરુ
 
ટીચર:- “Fox નું બહુવચન શું થાય?”
વિધ્યાર્થી:- ”Winter”
ટીચર:- અલ્યા ડફોળ, Fox એટલે શિયાળ થાય
વિધ્યાર્થી:- તો Winter એટલે શિયાળો…!!!
 
ભગવાને સ્ત્રીઓને
સુંદર બનાવી
સારું મગજ આપ્યું
હરણ જેવી આંખો આપી
ગુલાબ જેવા હોઠ આપ્યા
પ્યાર થી ભરેલું દિલ આપ્યું
અને પછી …….
.
જીભ આપીને બધા પર પાણી ફેરવી દીધું
 
ફાઈનાન્શીયલ મેનેજમેન્ટ .
એક ભિખારીને ૧૦૦ રૂપિયાની નોટ મળી . એ ફાઈવ સ્ટાર હોટલ માં ગયો પેટ ભરી ને ખાધું .
૩૦૦૦ રૂપિયાનું બીલ આવ્યું .
પૈસા નથી ,એમ કહીને હાથ અધ્ધર કરી દીધા .
મેનેજરે એને પોલીસ માં સોંપી દીધો .
ભિખારીએ પોલીસને ૧૦૦ રૂપિયા આપ્યા અને બિન્ધાસ્ત છૂટી ગયો . . .
– આને કહેવાય ફાઈનાન્શીયલ મેનેજમેન્ટ વિધાઉટ એમબીએ . . . !
 
એક દિવસ એક ભિખારી એક મોટા મંદિર પાસે ભીખ માંગતો હતો કે જ્યાં ખુબ ધનવાન લોકો દર્શન કરવા આવતા હતા. 
ભિખારીએ કહહું હું ભૂખ્યો છુ મેં બે દિવસથી કાય જ નથી ખાધું મહેરબાની કરી ને મને કાય આપો પણ કોયે તેની સામે પણ ન જોયું બધા પોત પોતાની મોટી મોટી કાર માં બેસી ને જતા રહેતા હતા. 
ભિખારી નારાજ થય ગયો ને ચાલવા લાગ્યો થાકી ને એક બિયરબાર પાસે બેસી ગયો તે કાય જ બોલતો ન હતો છતાં ત્યાંથી બાર આવતા લોકો કોય ૧૦૦ તો કોય ૨૦૦ કે ૩૦૦ રૂપિયા આપતા જતા હતા ,ભિખારીએ તે પૈસા હાથમાં લીધાને ને ઉપર ભગવાનની તરફ જોયા ને બોલ્યો, ” અરે ભગવાન તું રહેતા હે કહા ઓર address કહાકા દેતા હે”…..!!!!!!
 
એક ભિખારી ભીખ માંગતો હતો.એક ભાઇએ કહ્યું હટ્ટો કટ્ટો થઇને ભીખ માંગે છે શરમ નથી આવતી ચાલ મારી સાથે કામ અપાવું. રૂપિયા પચાસ આપીશ. ભિખારીએ કહ્યં,”તમે મારી સાથે ચલો,હું તમને રૂપિયા સો આપીશ. 
 
એક ખેડૂતનો બળદ ખરી સિઝનમાં મરી ગયો.એટલે તેણે બીજાનો બળદ ચોરી લીધો,કોર્ટ કેસ થયો. જજે ખેડૂતને કહ્યું,”તમે બળદ ચોર્યો છેજો ચોર્યો હોય તો આપી દો.” ખેડૂત માન્યો નહીં એટલે જજે વિચારીને કહ્યું બળદને ગામ વચ્ચે છૂટો મુકી દો.જેનો હશે તેના ઘરે જતો રહેશે.ખેડૂતે કહ્યું કે જજ સાહેબ તમારી વાત સાચી છે.પણ આ નિર્ણય તો બળદે લીધો કહેવાય,સરકાર તમને પગાર શેનો આપે છે?