Monday, November 5, 2012
Friday, October 12, 2012
Gujarati Writing Contest
તમે ખૂબ સરસ લખી જાણો છો... તમારું લખાણ તમારી આગવી શૈલીના કારણે અન્યના લખાણ કરતાં અલગ તરી આવે છે, પરંતુ તમારું લખાણ કોઈને વંચાવતા તમે ખૂબ સંકોચ અનુભવો છો. કેટલાક વળી એવા પણ હશે કે જેઓ પોતાનું લખાણ કે કવિતા નજીકના સ્વજનો કે મિત્રોને વંચાવવાની હિંમત કરી લેતાં હશે. તમે મિત્રો અને સ્વજનોએ લખાણ વાંચીને કરેલાં વખાણને સાંભળીને હરખાયા હશો! પરંતુ તમારી કૃતિને સંકોચવશ ક્યાંય છપાવવા નહીં મોકલી હોય, તમે એવું પણ વિચાર્યું હશે કે મારી કૃતિને વળી કોણ છાપવાનું?! આવા કોઈને કોઈ કારણસર તમારી અભિવ્યક્તિને શબ્દદેહ આપવાનું શક્ય નથી બન્યું તો તમારા માટે એક સોનેરી તક લઇને આવ્યું છે જીજીએન.
ગ્લોબલ ગુજરાત ન્યૂઝ –જીજીએન (સ્પાર્ક બ્રોડકાસ્ટિંગ પ્રા.લિ. નું સાહસ) સાહિત્યપ્રેમીઓ માટે લઈને આવ્યું છે લેખનસ્પર્ધા. જીવનમાં ઘટતી સંવેદનશીલ ઘટનાઓથી માંડીને સમાજજીવનના સ્વાનુભવો, સાંપ્રત ગુજરાત પ્રત્યેનો દ્રષ્ટિકોણ, સામાજિક સમસ્યાઓ અને એ માટેની જાગૃતિ અંગે દેશ-વિદેશના ગુજરાતીઓ આ લેખનસ્પર્ધામાં ભાગ લઈ શકશે.
જીજીએન લેખનસ્પર્ધામાં આપને તક મળશે સાહિત્યિક રુચિને વિકસાવવાની, સાંપ્રત રાજકીય પ્રવાહો અંગેનાં મંતવ્યો અને વ્યંગને નિર્ભિક બનીને વ્યક્ત કરવાની. ઉત્કૃષ્ટ કૃતિઓને www.globalgujaratnews.com ના ‘શબ્દસૃષ્ટિ’ વિભાગમાં સ્થાન આપવામાં આવશે અને શ્રેષ્ઠત્તમ કૃતિઓને જીજીએન દ્વારા ટૂંક જ સમયમાં પ્રકાશિત થનારા પખવાડિક સામયિકમાં પણ પ્રકાશિત કરવામાં આવશે અને યોગ્ય પુરસ્કારથી નવાજવામાં આવશે.
સ્પર્ધકો ચાર અલગ અલગ શ્રેણીમાં પોતાની રચનાઓ મોકલાવી શકે છે.
વિષય:
- પ્રણય જ્યારે પલટાયો પરિણયમાં
- ટૂંકીવાર્તા
- વ્યંગાત્મક લખાણ
- કવિતા-ગઝલ
પ્રણય જ્યારે પલટાયો પરિણયમાં
આપે અથવા નિકટના કોઇક સ્વજન કે મિત્રોએ પ્રેમપંથની પાવક જ્વાળા પર ચાલીને, પોતાના અસીમ પ્રેમને પરિણયમાં પલટાવ્યો હશે. મનગમતા જીવનસાથીને પામીને જીવનનાં સર્વોચ્ચ શિખરો સર કરી આગળ વધેલાં યુગલોની સફળ પ્રણયગાથા અમને લખી મોકલો 750 થી 900 શબ્દોની મર્યાદામાં.
વાસ્તવિક પ્રણયગાથા લખનારા સર્જકો વિશેષ નોંધ લે કે આ શ્રેણીમાંતમારી પોતાની, તમારા સ્વજનની કે પરિચિત યુગલની સત્ય પ્રણયકથા, તેમના જીવનની તડકીછાંયડીને આપેલા શબ્દોની મર્યાદામાં રસપ્રદ રીતે લખી મોકલવાની રહેશે.
જે યુગલની પ્રણયગાથા લખીને મોકલો તેમના સહજીવનને ઓછામાં ઓછાં પાંચ વર્ષ થયાં હોય તે અનિવાર્ય છે.
આ શ્રેણીમાં જે યુગલની પ્રણયગાથાનું નિરૂપણ કર્યું હોય તેમના ફોટોગ્રાફ્સ, ફોનનંબર, સરનામું, વ્યવસાય, અભ્યાસની સાચી માહિતી અલગથી મોકલવી.

ટૂંકીવાર્તા
સામાજિક પ્રશ્નો અને તેના ઉકેલ તથા સામાજિક વિકાસને ઉજાગર કરતાં વિષયવસ્તુ સાથે રસાળશૈલીમાં ટૂંકીવાર્તા 400થી 600 શબ્દોની મર્યાદામાં લખી મોકલવાની રહેશે.
સ્પર્ધામાં જે ટૂંકીવાર્તા મોકલાવો તે વાસ્તવિકતા સાથે સંલગ્ન ન હોય તો ચાલશે, પરંતુ કૃતિ મૌલિક હોવી આવશ્યક છે.

વ્યંગાત્મક લખાણ
વ્યંગાત્મક લખાણ 300 થી 500 શબ્દોમાં લખાયેલું હોવું જોઈએ.
વ્યંગાત્મક લખાણના વિષયવસ્તુ તરીકે રાજકારણ, સાંપ્રત પ્રવાહો, દેશ–દુનિયાની ઘટનાઓ, વહીવટીતંત્ર લઈ શકાય.
વ્યંગાત્મક લખાણ 300 થી 500 શબ્દોમાં લખાયેલું હોવું જોઈએ.
વ્યંગાત્મક લખાણના વિષયવસ્તુ તરીકે રાજકારણ, સાંપ્રત પ્રવાહો, દેશ–દુનિયાની ઘટનાઓ, વહીવટીતંત્ર લઈ શકાય.
કવિતા-ગઝલ
ઘણા યુવા અને પીઢ સર્જકો એવા હશે જેઓ ટૂંકીવાર્તા અને વ્યંગાત્મક લખાણ ઉપરાંત ભાવવાહી કવિતાનું સર્જન કરી શકતાં હોય છે. આ પ્રકારનું કૌશલ્ય ધરાવનાર 150 થી 200 શબ્દોની મર્યાદામાં સ્વરચિત કવિતા અથવા ગઝલ લખીને મોકલાવી શકે છે.
આ સ્પર્ધામાં જે ગઝલ કે કવિતા મોકલાવો તે મૌલિક હોવી આવશ્યક છે.
વિજેતા કૃતિને ટૂંક સમયમાં જ પ્રકાશિત થનારા મેગેઝિનમાં પ્રસિદ્ધ કરીને વિજેતા લેખકોને આગવું મંચ પૂરું પાડવામાં આવશે. તદ્ઉપરાંત સર્જકને યોગ્ય પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવશે.
સ્પર્ધકે ધ્યાનમાં રાખવાની વિગતો
- આ સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઈ પ્રવેશ ફી નથી.
- તમારી રચના સાથે તમારું નામ, સરનામું, ફોન નંબર, ઇ-મેઇલ આઈડી, ક્લોઝઅપ ફોટોગ્રાફ, અભ્યાસ તથા વ્યવસાયની સાચી વિગતોની માહિતી આપવી અનિવાર્ય છે.
- જો આપની રચના ઇ-મેઇલ દ્વારા મોકલો તો આપનો ફોટોગ્રાફ સ્કેન કરીને મોકલવાનો રહેશે.
- સ્પર્ધામાં મોકલાયેલી કૃતિ આ પહેલાં ક્યાંય પ્રસિદ્ધ કે પ્રકાશિત ન થઈ હોવી જોઈએ.
- વિજેતા નક્કી કરવા અંગેના અને કૃતિને પ્રકાશિત કરવા કે ન કરવા અંગેના તમામ હક સંપાદકીય વિભાગના રહેશે.
- લખી મોકલાવેલી વાર્તા કે કૃતિમાં કોઈની નકલ થયેલી માલૂમ પડશે તો તેનો પ્રવેશ રદ ગણાશે.
- કૃતિ મોકલવાની અંતિમ તારીખ 31-10-2012 છે.
આપની રચનાઓ અમને contest.ggn@gmail.com પર ઇ-મેઇલ કરો અથવા તો નિમ્નલિખિત સરનામે મોકલી આપશો.
ગ્લોબલ ગુજરાત ન્યૂઝ
C/O સ્પાર્ક બ્રોડકાસ્ટિંગ પ્રા. લિ.
201, ત્રીજો માળ, એસ. કે હાઉસ, ડ્રાઇવ ઇન સિનેમા સામે,
ડ્રાઇવ ઇન રોડ, અમદાવાદ-3800054
ફોન નંબર 40307637, 26850577
www.globalgujaratnews.com
Sunday, September 16, 2012
Friday, August 3, 2012
Friday, July 27, 2012
બેઘડી મોજ માણો................
રામુ શાકભાજી લેવા ગયો એ સમયે શાકભાજીવાળો ભાજી પર પાણી છાંટી રહ્યો હતો.
ઘણીવાર થઈ.
રામુ કંટાળ્યો. અંતે તે રાહ જોઈને થાક્યો અને બોલ્યો : ‘ઓ શાકભાજીવાળા, ભાજી ભાનમાં આવી હોય તો એક કિલો તોલી આપ !’
રામુ કંટાળ્યો. અંતે તે રાહ જોઈને થાક્યો અને બોલ્યો : ‘ઓ શાકભાજીવાળા, ભાજી ભાનમાં આવી હોય તો એક કિલો તોલી આપ !’
——-
છગનબાપુને મગને પૂછ્યું : ‘બાપુ, તમે પરણ્યા તો ખરા. પણ ઘરવાળાનું નામ તો કહો.’છગનબાપુ : ‘ગૂગલબા.’મગન : ‘બાપુ, આવું નામ કાં ?’છગનબાપુ : ‘તમે એક સવાલ પૂછો તો દસ જવાબ આપે છે, એટલે…’
જેની પાછળ રૂ આવે તે બધી આઇટમ ખતરનાક ગણાય.
જેમ કે દારૂ, કૂતરુ, વાંદરુ, અંધારુ, સાસરુ
અન સૌથી છેલ્લે…..સૌથી વધારે ખતરનાક……
બૈરુ…
ટીચર:- “Fox નું બહુવચન શું થાય?”
વિધ્યાર્થી:- ”Winter”
ટીચર:- “અલ્યા ડફોળ, Fox એટલે શિયાળ થાય”
વિધ્યાર્થી:- “તો Winter એટલે શિયાળો…!!!
ભગવાને સ્ત્રીઓને
સુંદર બનાવી
સારું મગજ આપ્યું
હરણ જેવી આંખો આપી
ગુલાબ જેવા હોઠ આપ્યા
પ્યાર થી ભરેલું દિલ આપ્યું
અને પછી …….
.જીભ આપીને બધા પર પાણી ફેરવી દીધું
સારું મગજ આપ્યું
હરણ જેવી આંખો આપી
ગુલાબ જેવા હોઠ આપ્યા
પ્યાર થી ભરેલું દિલ આપ્યું
અને પછી …….
.જીભ આપીને બધા પર પાણી ફેરવી દીધું
ફાઈનાન્શીયલ મેનેજમેન્ટ .
એક ભિખારીને ૧૦૦ રૂપિયાની નોટ મળી . એ ફાઈવ સ્ટાર હોટલ માં ગયો , પેટ ભરી ને ખાધું .
૩૦૦૦ રૂપિયાનું બીલ આવ્યું .
પૈસા નથી ,એમ કહીને હાથ અધ્ધર કરી દીધા .
મેનેજરે એને પોલીસ માં સોંપી દીધો .
ભિખારીએ પોલીસને ૧૦૦ રૂપિયા આપ્યા અને બિન્ધાસ્ત છૂટી ગયો . . .
૩૦૦૦ રૂપિયાનું બીલ આવ્યું .
પૈસા નથી ,એમ કહીને હાથ અધ્ધર કરી દીધા .
મેનેજરે એને પોલીસ માં સોંપી દીધો .
ભિખારીએ પોલીસને ૧૦૦ રૂપિયા આપ્યા અને બિન્ધાસ્ત છૂટી ગયો . . .
– આને કહેવાય ફાઈનાન્શીયલ મેનેજમેન્ટ વિધાઉટ એમબીએ . . . !
એક દિવસ એક ભિખારી એક મોટા મંદિર પાસે ભીખ માંગતો હતો કે જ્યાં ખુબ ધનવાન લોકો દર્શન કરવા આવતા હતા.
ભિખારીએ કહહું હું ભૂખ્યો છુ મેં બે દિવસથી કાય જ નથી ખાધું મહેરબાની કરી ને મને કાય આપો પણ કોયે તેની સામે પણ ન જોયું બધા પોત પોતાની મોટી મોટી કાર માં બેસી ને જતા રહેતા હતા.
ભિખારી નારાજ થય ગયો ને ચાલવા લાગ્યો થાકી ને એક બિયરબાર પાસે બેસી ગયો તે કાય જ બોલતો ન હતો છતાં ત્યાંથી બાર આવતા લોકો કોય ૧૦૦ તો કોય ૨૦૦ કે ૩૦૦ રૂપિયા આપતા જતા હતા ,ભિખારીએ તે પૈસા હાથમાં લીધાને ને ઉપર ભગવાનની તરફ જોયા ને બોલ્યો, ” અરે ભગવાન તું રહેતા હે કહા ઓર address કહાકા દેતા હે”…..!!!!!!
એક ભિખારી ભીખ માંગતો હતો.એક ભાઇએ કહ્યું “હટ્ટો કટ્ટો થઇને ભીખ માંગે છે ? શરમ નથી આવતી ? ચાલ મારી સાથે કામ અપાવું. રૂપિયા પચાસ આપીશ. ભિખારીએ કહ્યં,”તમે મારી સાથે ચલો,હું તમને રૂપિયા સો આપીશ.
એક ખેડૂતનો બળદ ખરી સિઝનમાં મરી ગયો.એટલે તેણે બીજાનો બળદ ચોરી લીધો,કોર્ટ કેસ થયો. જજે ખેડૂતને કહ્યું,”તમે બળદ ચોર્યો છે? જો ચોર્યો હોય તો આપી દો.” ખેડૂત માન્યો નહીં એટલે જજે વિચારીને કહ્યું “બળદને ગામ વચ્ચે છૂટો મુકી દો.જેનો હશે તેના ઘરે જતો રહેશે.”ખેડૂતે કહ્યું કે જજ સાહેબ તમારી વાત સાચી છે.પણ આ નિર્ણય તો બળદે લીધો કહેવાય,સરકાર તમને પગાર શેનો આપે છે?
Monday, July 23, 2012
Thursday, June 28, 2012
Wednesday, June 20, 2012
Friday, May 25, 2012
Wednesday, April 25, 2012
Friday, April 20, 2012
Thursday, January 19, 2012
Subscribe to:
Posts (Atom)